શહેરના લિંબાયત વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ થયેલી લસણ ચોરીની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ 836 કિલો લસણનો જથ્થો કબજે કર્યો છે. મહિલા વેપારી અને પાડોશમાં રહેતી મહિલા વચ્ચે ઝઘડો ચાલતો હતો. ત્યારે ઝઘડાની અદાવતમાં પાડોશી મહિલાએ આરોપીઓને ચોરી માટેની ટીપ આપી હતી.
ત્રણ દિવસ અગાઉ થયેલી લસણ ચોરીની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ 836 કિલો લસણનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે મહિલા સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે.જો કે સુરતમાં બનેલી લસણ ચોરીની આ ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.