મણીપુર સહિતના મુદે કેન્દ્રની સરકારને ભીડવવા માટે વિપક્ષોએ રજુ કરેલી અવિશ્વાસ દરખાસ્ત મુદે પણ વિપક્ષોમાં વિવાદ સર્જાયો છે તથા માર્કસવાદી સામ્યવાદી પક્ષે આ દરખાસ્ત પર ફકત કોંગ્રેસના સાંસદોની જ સહી શા માટે તે પ્રશ્ન ઉઠાવ્યો છે. માર્કસવાદી સાંસદ વિનોય વિશ્વએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ વિપક્ષના ગઠબંધન ‘ઈન્ડીયા’ તરફથી લાવવા નિર્ણય લેવાયો હતો જે કોઈ એક પક્ષનું પ્રતિનિધિત્વ કરતો નથી.
જયારે વિપક્ષી સંગઠનનો સંયુક્ત પ્રસ્તાવ છે અને તે ફકત કોંગ્રેસનું જ પ્રતિનિધિત્વ કરતા નથી. તેઓએ કહ્યું કે ફકત અમોએ જ નહી પણ અનેક પક્ષોએ આ મુદો અને વાંધો ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પક્ષે આ પ્રસ્તાવ આપવામાં ઉતાવળ કરી છે. જો તમામ પક્ષોના સાંસદોએ પ્રતિનિધિત્વ રૂપે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી હોત તો તે વધારે પ્રભાવી બની રહ્યો હોત તે નિશ્ચિત છે.