સિંધુભવન અકસ્માત કેસને લઈને પોલીસે તપાસ તેજ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે સોમવારે પોલીસ જેલમાંથી કસ્ટડી મેળવી તથ્યની પૂછપરછ હાથ ધરશે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ ગાડી હંકારીને 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તથ્ય પટેલની હવે પોલીસ સિંધુભવન રોડ પર અકસ્માત કેસમાં ધરપકડ કરશે. પોલીસ સોમવારે તથ્ય પટેલની આ કેસમાં ધરપકડ કરશે. સાબરમતી જેલમાંથી તથ્ય પટેલની કસ્ટડી મેળવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે 3 જુલાઈની રાત્રે તથ્યએ કારને કાફેમાં ઘુસાડી દીધી હતી, જેનો ગુનો M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના નબીરા તથ્યએ ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કાફેમાં ઘુસાડી દીધી હતી. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કાફેમાં ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલ કાફેની દીવાલ તોડી નાખી હતી. એ સમયે તથ્ય પટેલ અને કાફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું. 19 જુલાઈની મોડી રાત્રે એસજી હાઈવે પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનાર તથ્ય સામે અત્યાર સુધીમાં 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે ત્રણેય ફરિયાદ અકસ્માતની છે.