ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં સવા 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોતા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આજે પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત 30 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 31 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠામાં વરસાદ ખાબકી શકે છે.
કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપુર
દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કિંમતી સમાન ત્યાંજ છોડી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર જ્યારે પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે કાવેરી નદી 13 ફૂટ ઉપર પહોંચી છે.કાવેરી નદીના જળસ્થર વધતા શ્રી તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતું અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ૮૨ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા.