સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે.
ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નવી ટેકનોલોજીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો.