રાજકોટ ખાતે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકોના વાલીઓએ ૦૭ ઓગસ્ટ સુધીમાં ફોર્મ જમા કરવા સૂચના બાળકોના ઘડતર માટે સરકાર ઘણા નાવા આયોજન કરી રહી છે ત્યારે રાજકોટ ખાતે બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પણ વાલીઓ પોતાના બાળકોને આ વર્કશોપ લઈ જવા ઈચ્છતા હોય તે વાલીઓએ ફોર્મ ભરી રાજકોટના બહુમાળી ભવનમાં જમા કરાવવાના રહેશે. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના ઉપક્રમે રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ઓગસ્ટ મહિનામાં પાંચ દિવસ માટે યોજાશે. આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોના વાલીઓએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૭/૨, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ ખાતે અથવા બાલભવન, રેસકોર્ષ મેદાન ખાતેથી મેળવી તા. ૦૭ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં વિગતવાર ભરી જમા કરવાનું રહેશે. વર્કશોપ માટે ૧૦૦ બાળકોની પસંદગી કરવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ દિહોરાની યાદીમાં જણાવાયું છે.