રાજકોટની સોની બજારમાંથી આતંકીઓ ઝડપાયા બાદ અમદાવાદની સોની બજારના વેપારીઓ એલર્ટ થયા છે. એસોશિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે સોની બજારમાં બહારથી કામ કરવા આવનારનું રજીસ્ટેશન થશે. નવા કારીગરો કામ પર રાખતા પહેલા ફરજીયાત રજીસ્ટ્રેશન કરાશે. સોની બજારના વેપારીઓ વધુ સતર્ક થયા છે અને પોલીસને જોઇતી મદદ કરવા તત્પર છે.





