વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂણેમાં તિલક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિપક્ષી એકતાની કવાયત અને NCPમાં વિભાજનની વચ્ચે શરદ પવાર પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા અને PM મોદી સાથે મંચ શેર કર્યો. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી હતી ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દીપક તિલકના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ એવોર્ડની રકમ નમામિ ગંગે યોજનાને આપવાની જાહેરાત કરી હતી.