આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહ કર્જતના એનડી સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સ્ટુડિયોના સ્ટાફના જણાવ્યા અનુસાર, નીતિનએ રાતે 3 વાગ્યે આત્મહત્યા કરી હતી. કર્જત મુંબઈથી લગભગ 65 કિમી દૂર છે. છેલ્લાં 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન છે. 2005માં એનડી સ્ટુડિયો કર્જતમાં બનાવવામાં આવ્યો હતો.