ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલનને કારણે 3 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ગુમ થયા છે. જેમાંથી 17 લોકો નેપાળના નાગરિક છે. ઉત્તરાખંડના DGP અશોક કુમારે જણાવ્યું કે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ધામ યાત્રા રૂટ પર આ દુર્ઘટના થઈ હતી. રેસ્ક્યુ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ તરફ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે સવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે T-2 ટનલ પાસે હાઈવે બ્લોક થઈ ગયો હતો. બાદમાં પ્રશાસને કાટમાળ હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કર્યો હતો.
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાંરસાદના કારણે એક ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ નીચે દબાઈ જવાથી બે બાળકોના મોત થયા હતા. બીજી તરફ નૈનીતાલમાં પુલ પરથી પસાર થઈ રહેલી બસ પલટી ગઈ હતી. બસમાં સવાર 35 લોકોને જેસીબીથી બચાવી લેવાયા હતા.