નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારે ભોપાલમાં 10 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 10થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ પૈકી જહાંગીરાબાદ વિસ્તારની મહિલા અને તેના સાળાને પણ NIA દ્વારા પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. 11 કલાકની પૂછપરછ બાદ બંનેને છોડી દેવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએને દિલ્હીમાં નોંધાયેલા એક જૂના કેસથી સંબંધિત ભોપાલમાં શંકાસ્પદ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ ઈનપુટ કેસના અન્ય એક આરોપીની પૂછપરછ દરમિયાન મળ્યો હતો, જે છત્તીસગઢનો છે. આ આરોપીને લઈને ટીમ મોડી રાત્રે ભોપાલ પહોંચી હતી. NIAની ટીમે ભોપાલના જહાંગીરાબાદમાં દરોડા દરમિયાન મહિલા સમીના અને તેના દિયર શોએબની અટકાયત કરી હતી. સમીના અને તેનો પરિવાર અહીં ભાડેથી રહે છે. આ ઘર અભિનેતા રઝા મુરાદના જમાઈના નાના ભાઈનું છે. સમીના અને તેનો પરિવાર દોઢ વર્ષથી અહીં ભાડેથી રહે છે. મુજાહિદ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. મુજાહિદ સમીનાનો જીજા હોવાનું કહેવાય છે. તે પણ ભાડેથી રહે છે. ટીમ દ્વારા મુજાહિદ અને અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે.