ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે ટીમ ઈન્ડિયા હવે શ્રેણીમાં 0-2થી પાછળ છે. સતત બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
બેટ્સમેનો પર ભડક્યા હાર્દિક
વેસ્ટ ઈન્ડિઝ સામેની સતત બીજી T20 મેચમાં ભારતીય ટીમની બેટિંગ ફ્લોપ રહી હતી. ભારતીય બોલરોએ ઘણી હદ સુધી મેચ પર કાબૂ રાખ્યો હતો પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા અને વેસ્ટ ઈન્ડિઝ 2 વિકેટે જીતી ગયું હતું. ટીમની ફ્લોપ બેટિંગ બાદ ભારતીય બોલરોએ મેચમાં શરૂઆતથી જ ટીમને પકડી રાખી હતી. ખાસ કરીને 16મી અને 17મી ઓવરમાં બે રન આપીને ભારતે ચાર વિકેટ લઈને યજમાન ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી, પરંતુ નાના ટોટલનો બચાવ કરતી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય કેપ્ટને મેચ બાદ કહ્યું કે જો હું સાચું કહું તો અમારી બેટિંગમાં કમી હતી, અમે વધુ સારી બેટિંગ કરી શક્યા હોત. 160-170 સારા ટોટલ હશે. બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટે હરાવ્યું. બીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિન્ડીઝની ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવીને આ લક્ષ્યનો પીછો કર્યો હતો.
હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકેની કારકિર્દી
હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે શાનદાર ડેબ્યૂ કર્યું હતું અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પહેલી જીત મેળવી હતી. આ પહેલા શ્રેણીની પ્રથમ T20 વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. બીજી મેચમાં એટલે કે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાએ ભારતીય ઇનિંગ્સને સંભાળીને મેચ ટાઈ કરી હતી. આ પછી શ્રીલંકા સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ T20 મેચોની શ્રેણીમાં પંડ્યાનું બેટ કામ નહોતું કર્યું, પરંતુ ભારતીય ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી અને અહીં પણ પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 2-1થી શ્રેણી જીતવામાં સફળ રહી. 2022 વર્લ્ડ કપ પહેલા, હાર્દિક પંડ્યાને ભારતની ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જે આયર્લેન્ડ ગઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ 2-0થી શ્રેણી જીતી હતી.