ભારતીય મૂળના વૈભવ તનેજાની યુએસસ્થિત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઓટોમેકર ટેસ્લાએ સોમવારે એક એક્સચેન્જ ફાઇલિંગમાં શેરબજારને આ માહિતી આપી હતી. કંપનીના અગાઉના CFO ઝાચેરી કિર્કહોર્નના પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
વૈભવ તનેજા (45)ને શુક્રવારે ટેસ્લાના CFO બનાવવામાંઆવ્યા હતા. આ સાથે તેઓ કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર એટલે કે CAOની વર્તમાન ભૂમિકા પણ નીભાવવાનું ચાલુ રાખશે. એલોન મસ્કની આગેવાની હેઠળની કંપની સાથે કિર્કહોર્નના 13 વર્ષના કાર્યકાળને કંપનીએ “જબરદસ્ત વિસ્તરણ અને વૃદ્ધિ”નો સમયગાળો ગણાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ટેસ્લાના માસ્ટર ઓફ કોઈન અને સીએફઓ રહેલા કિરહોને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
વૈભવ તનેજા માર્ચ 2019 થી ટેસ્લાના CAO તરીકે અને મે 2018 થી કોર્પોરેટ કંટ્રોલર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ફેબ્રુઆરી 2017 અને મે 2018 વચ્ચે સહાયક કોર્પોરેટ નિયંત્રક તરીકે અને માર્ચ 2016 થી, યુએસ સ્થિત સોલર પેનલ ડેવલપર, સોલારસિટી કોર્પોરેશનમાં ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ભૂમિકાઓમાં સેવા આપી હતી જે ટેસ્લા દ્વારા 2016 માં હસ્તગત કરવામાં આવી હતી. કંપની ફાઇલિંગ અનુસાર, આ પહેલા, તે જુલાઈ 1999 અને માર્ચ 2016 વચ્ચે ભારત અને યુએસ બંનેમાં પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં કામ કરતા હતા.