બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ થોડા દિવસો પહેલા પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી. અભિનેત્રી દરરોજ તેના ફોટા શેર કરીને તેના ચાહકોને અપડેટ કરતી રહે છે. અને હવે અભિનેત્રીએ બેબી બોયને જન્મ આપ્યો છે. તેણે બાળકનો ફોટો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી. તેણે બાળકની જન્મ તારીખ અને નામ બંને જાહેર કર્યા હતા. હવે અભિનેત્રીએ દીકરા સાથેની પ્રથમ ઝલક શેર કરી છે.
ઇલિયાના ડિક્રુઝ તેની પ્રેગ્નન્સીની જર્ની વિશે દરેક ક્ષણની વિગતો શેર કરતી હતી. અભિનેત્રીએ પોતાના દીકરાનો પહેલો ફોટો પોસ્ટ કરીને ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પુત્રનો ફોટો શેર કરવાની સાથે તેણે પોતાના બાળકનું નામ પણ જાહેર કર્યું છે. અભિનેત્રીએ બાળકનું નામ કોઆ ફોનિક્સ ડોલન રાખ્યું છે. હવે ઇન્સ્ટા પર એક ફોટો પોસ્ટ કરીને તેણે જણાવ્યું છે કે તે માતા બન્યાના એક અઠવાડિયા પછી તે કેવું અનુભવી રહી છે.
આ ક્લોઝઅપ ફોટોમાં ઇલિયાનાના દીકરાએ તેની આંગળી પકડી રાખી છે જ્યારે ઇલિયાનાએ તેનો હાથ પકડ્યો છે. ઘરની અંદરની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર ક્લિક કરવામાં આવી છે. ફોટો શેર કરતી વખતે, ઇલિયાનાએ લખ્યું, ‘તારી માતા બનવાનું એક અઠવાડિયું’. જણાવી દઈએ કે અભિનેત્રીના પુત્રનો જન્મ 1 ઓગસ્ટના રોજ થયો છે.
અભિનેત્રીએ તેના બાળક વિશે બધું શેર કર્યું છે પરંતુ તે તેના પતિ વિશે કંઈ કહેતી નથી. ઘણી વખત તેણે તેના મિસ્ટ્રી મેનની ઝલક બતાવી પરંતુ નામ જાહેર કર્યું નહીં. તે જ સમયે, એક અહેવાલ અનુસાર, ઇલિયાનાએ માઇકલ ડોલન સાથે લગ્ન કરી લીધા હતા. મળેલી મેરેજ રજિસ્ટ્રીની વિગતો અનુસાર, ઇલિયાનાએ આ વર્ષે 13 મેના રોજ માઇકલ ડોલન સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના ચાર અઠવાડિયા પહેલા જ ઇલિયાનાએ સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. જો કે લગ્નનું સ્થળ અને બાકીની વિગતો જાણી શકાઈ નથી.





