પાલ ગૌરવપથ શ્રીપદ સેલિબ્રેશનમાં રહેતા મૃગેશ બ્રહ્મભટ્ટની કારને મોડીરાતે ટક્કર મારી ચાલક દેવ ડેર ભાગી ગયો હતો. મૃગેશે પીછો કરી દેવને પકડ્યો હતો. જો કે, દેવે કાર ભગાવવાની કોશિશ કરતા મૃગેશ બોનેટ પર ચઢી ગયો હતો. અઢી કિલોમીટરના અંતે કાર અટકાવતા મૃગેશ ઉતરી શક્યો હતો. પછી ત્યાંથી પણ તે રિવર્સ કાર લઈને ભાગી ગયો હતો. પોલીસે એલપી સવાણી રોડ પર જલારામ મંદિર પાસેથી દેવને પીધેલી હાલતમાં જ દબોચી લીધો હતો.
26 ઓકટોબરે નવા વર્ષની મોડીરાતે દેવ નશો કરી કાર લઈ ડીઝલ પુરાવવા પંપ પર ગયો હતો અને કર્મચારી સાથે માથાકૂટ કરી હતી. પછી એરગનથી ડરાવી માથામાં માર મારી નોઝલમાંથી પાણીની જેમ પેટ્રોલ રોડ છાંટી દઈ આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, માચીસ ન મળતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને કારમાંથી દારૂ પણ મળ્યો હતો. દેવ ડેર સામે લોકડાઉન વખતે ઉમરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. મગદલ્લા પણ ગુનો નોંધાયો હતો અને ધરપકડ થઈ હતી. અત્યાર સુધીમાં દેવ ડેર સામે 4થી 5 ગુના દાખલ થઈ ચુક્યા છે.