આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી શુક્રવારે પાર્ટી અને તેના સહયોગી પક્ષોના પ્રવક્તાઓની બેઠક યોજશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આ સભાને સંબોધિત કરશે અને ત્યારપછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા સમાપન ભાષણ આપવામાં આવશે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ બેઠકના સત્રને સંબોધશે. જેમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી શુક્રવારે પાર્ટી અને તેના સહયોગી પક્ષોના પ્રવક્તાઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠક સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આ સભાને સંબોધિત કરશે અને ત્યારપછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા સમાપન ભાષણ આપવામાં આવશે. બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને એનડીએના પ્રવક્તાએ મીડિયા સાથે કેવી રીતે વાત કરવી તે અંગે રણનીતિ ઘડવામાં આવશે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે એનડીએના દરેક પક્ષમાંથી બે-બે પ્રતિનિધિઓને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD)ના મુખ્ય સચિવ ઉપેન્દ્ર કુશવાહ સાથે RLJDના પ્રવક્તા રામપુકર સિંહા અને રાહુલ કુમાર બિહારથી આ બેઠકમાં ભાગ લેશે. આ સિવાય અપના દળ (S), સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) અને નિષાદ પાર્ટીના પ્રવક્તા પણ ભાગ લેશે. સુભાસ્પાના અરુણ રાજભર અને પીયૂષ મિશ્રા અને નિષાદ પાર્ટી તરફથી રાજીવ યાદવ અને અમિત નિષાદ હાજર રહેશે. જીતન રામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચાનું પ્રતિનિધિત્વ રાજેશ પાંડે અને શ્યામ સુંદર શરણ કરશે, જ્યારે આરએલજેપીનું પ્રતિનિધિત્વ સંજય સર્રફ અને શ્રવણ અગ્રવાલ કરશે. લોક જનશક્તિ પાર્ટી (LJP)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ બેઠકના સત્રને સંબોધશે. આ સિવાય અનુરાગ ઠાકુર અને અનુપ્રિયા પટેલ પણ પોતાનું નિવેદન આપી શકે છે