કેન્દ્ર સરકાર દ્વારા દેશના ફોજદારી સહિતના કાનૂનોમાં કરવામાં આવી રહેલા ધરખમ ફેરફારોમાં સામાન્ય અપરાધ માટે જેલ સજા નહી પરંતુ ‘કોમ્યુનીટી સર્વિસ’ જેવી સજાઓની જોગવાઈ કરવામાં આવી છે. એક તરફ કેન્દ્ર સરકારે મહિલાઓ તથા સગીર બાળકો સાથેના અપરાધોમાં અને મોબલિંચીંગ જેવા ખૂબજ ક્રુર અપરાધોમાં સજાની જોગવાઈ આકરી પણ કરી છે. નવા ભારતીય ન્યાય સંહિતા 2023માં (જે ઈન્ડીયન પીનલ કોડનું સ્થાન લેનાર છે) બદનક્ષી, માનહાની જેવા અપરાધોમાં નાની ચોરી તથા કોઈ સરકારી અધિકારી કે પછી સતા પરના પદાધિકારી જે કોઈ ‘જાહેર સેવક’ની યાદીમાં આવતા હોય તેને ફરજ બજાવતા અટકાવવા આત્મહત્યાના પ્રયાસને પણ હવે અપરાધી ગણવામાં આવશે અને તેમાં પણ કોમ્યુનીટી સર્વિસની સજા અપાશે.
નવા કાનૂનમાં દેશની જેલમાં વધતી જતી અન્ડરટ્રાયલ અપરાધીઓની સંખ્યા પર ખાસ ઉપાયો કરાયો છે અને તેથી નાના અપરાધો જે પ્રથમ વખત કોઈએ કર્યો હોય તેને ‘કોમ્યુનીટી સર્વિસ’ની સજા કરવામાં આવે. નવી જોગવાઈમાં હવે ઈ-એફઆઈઆરનો નવો ખ્યાલ વધાયો છે. કોઈપણ વખત ગુન્હા અંગે ઈ-એફઆઈઆર નોંધી શકશે પણ બાદમાં ત્રણ દિવસમાં તેણે સહી સાથેની લેખીત (ફીઝીકલ) એફઆઈઆર રજુ કરવાની રહેશે. આ ઉપરાંત હવે ન્યાયિક કાર્યવાહી ઝડપી થાય તે માટે સમગ્ર ટ્રાયલ જેમાં પુરાવાનું રેકોર્ડીંગ વિ. વિડીયો કોન્ફરન્સથી કરી શકાશે. હાલમાં સતત વિવાદી બની રહેલા હીટ એન્ડ રન કેસમાં જો ભોગ બનનારનું મૃત્યુ થાય તો તેમાં આરોપીને 10 વર્ષ સુધીની જેલસજા ઉપરાંત દંડની જોગવાઈ છે તેમાં આ ઘટના બાદ પોલીસ કે જે તે ઓથોરીટી સમક્ષ હાજર નહી થનાર માટે છે.
હવે ઝીરો એફઆઈઆરનો નવા ખ્યાલ પણ ઉમેરાયા છે. જે રાજયભરમાં કયાંયથી પણ નોંધાવી શકશે. આ ઉપરાંત પોલીસની ધરપકડની સતાપર પણ થોડી લગામ છે. દરેક જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશન માટે એક પોલીસ અધિકારીને સતા અપાશે. જે ધરપકડ પુર્વે નોટીસ પણ આપી શકાશે તો અપરાધનો ભોગ બનનારને તપાસ પ્રગતિની 90 દિવસમાં જાણ કરવી પડશે. આ ઉપરાંત અદાલતી પ્રક્રિયા ઝડપી બનાવવા દલીલો પુરી થયા બાદ 30 દિવસમાં સજા જાહેર કરવી ફરજીયાત બનશે અને કોઈ ખાસ કેસમાં જ તે માટે 60 દિવસ સુધીમાં ચુકાદાની મંજુરી અપાશે. અદાલતી કાર્યવાહીમાં ચાર્જશીટ મુકાયા બાદ વધુ તપાસ માટે 90 દિવસનો સમય અદાલતની મંજુરીથી મળી શકશે. આ ઉપરાંત સમરી ટ્રાયલની પણ જોગવાઈ છે જે ચોરી- કોઈના ઘરમાં ગેરકાનુની રીતે ઘુસવું જ છે. 3 વર્ષ કે તેથી ઓછી કાનુની જોગવાઈ હોય ત્યાં સમરી ટ્રાયલ થઈ શકશે.
અદાલતમાં તારીખ પે તારીખની જે સૌથી મોટી સમસ્યા છે તેમાં હવે પક્ષના વાંધાને વિચારણાથી લઈને વધુમાં વધુ બે વખત સુનાવણી મુલત્વી રાખી શકાશે. આ ઉપરાંત સરકારી કર્મચારી જે સીવિલ સર્વન્ટની વ્યાખ્યામાં આવે છે તેની સામે કાનુની કાર્યવાહીમાં જો જે તે સતાવાળા 120 દિવસમાં મંજુરી આપે નહી તો તે આપોઆપ મંજુરી ગણી ટ્રાયલ કરી શકાશે. આ ઉપરાંત જેણે કોઈ અપરાધ પ્રથમ વખત કર્યો છે અને તેને અપરાધ મુજબ જેને આજીવન કારાવાસ કે મૃત્યુદંડ થઈ શકે તેમ ના હોય તો તેને સજાના 33% સમય પુરો કરતા જ જામીન મળી જશે. આ ઉપરાંત હવે પ્રથમ વખત વિકટીમ (પીડીત) કે સાક્ષીને રક્ષણ માટે એસપી કક્ષાના અધિકારી નિર્ણય લઈ શકશે. સૌથી મહત્વનું જે કોઈ અપરાધમાં મુદામાલ ઝડપાયો હોય તેની વિડીયોગ્રાફી- ફોટોગ્રાફી પુરાવા તરીકે કર્યા બાદ 30 દિવસમાં જેને મૂળ માલીકને સુપ્રત કરવાનો રહેશે.
મેરીટલ રેપ- અપરાધ નહી
દેશમાં મેરીટલ- રેપ એટલે કે પતિ દ્વારા પત્નીની સંમતી વગર જજ તેની સાથે બળજબરીથી સેકસ સંબંધ બાંધવાને અપરાધ ગણવો કે કેમ તે અંગે લાંબા સમયથી વિવાદ ચાલે છે અને નવા કાનૂનમાં મેરીટેલ રેપને પડવામાં આવ્યો નથી. જો કે સગીર પત્ની સાથે સેકસ સંબંધને બળાત્કાર ગણવા અંગે વિચારણા થશે. જેમાં 18 વર્ષ કે તેથી નીચેની ઉમરની ‘પત્ની’ સાથે આ પ્રકારના સંબંધોને સમાવવાની તૈયારી છે જેના પર સ્ટેન્ડીંગ કમીટી નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટ પોકસોમાં પણ 15 વર્ષની ઉમર મર્યાદા લાદી છે. આ બિલમાં કહેવાયું છે કે પતિ દ્વારા તેની જ પત્ની સાથે તેની ઈચ્છા વિરુદ્ધ એટલે કે બળજબરીથી સેકસ સંબંધ એ બળાત્કાર ગણાશે નહી. જો કે તેમાં સગીરની વ્યાખ્યા જે 18 વર્ષ સુધીની છે તેનો ખ્યાલ રખાયો છે અને 18 વર્ષથી ઉપરની ઉમરની પત્ની સાથે તેની સંમતી વગરના સેકસને અપરાધ ગણાયો નથી.






