હરિયાણાના નુંહ અને આસપાસના જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાના બારામાં સોશ્યલ મીડિયા પર કથિત ભડકાઉ પોસ્ટ કરવા બદલ સુદર્શન ન્યુઝ ચેનલના એડિટરની ગુરૂગ્રામ પોલીસે ધરપકડ કરી છે. તો બીજી બાજુ ટીવી ચેનલે પોતાના સ્થાનિક એડિટરની ધરપકડને મીડિયાની સ્વતંત્રતા પર હુમલો કહ્યો છે. જોકે શરૂઆતમા: એવો આરોપ લગાવાયો હતો કે કેટલાક ગુંડાઓએ તેમનું અપહરણ કર્યુ હતું.
પોલીસે જણાવ્યું હતું કે 8મી ઓગષ્ટે એડિટર મુકેશ દ્વારા ટવીટ કરીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિદેશી ન્યુઝ ચેનલ અલજજીરા ગુરૂગ્રામ પોલીસ કમિશ્નરને ફોન કરીને તેમના પર સાંપ્રદાયિક દંગાને લઇને હિન્દુઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું દબાણ કરી રહી છે. આ દબાણ બાદ કયાંયથી પણ હિન્દુ કાર્યકર્તાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે. ગુરૂગ્રામ પોલીસે મુકેશ કુમારની પોસ્ટને આધારહિન અને ભ્રામક ગણાવી હતી.