ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ હારી ગઈ છે. શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ રાહુલ દ્રવિડના કોચવાળી ટીમે શાનદાર વાપસી કરી હતી. પછીની બે મેચ જીતી. પરંતુ તે પછી 5મી મેચમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના વળતા હુમલા સામે ટકી શકી ન હતી. રાહુલ દ્રવિડ પાસે વર્લ્ડ કપ પહેલા જ મોટી અપેક્ષાઓ છે પરંતુ આ અપેક્ષાઓમાં ખરા ઉતરીશું કે કેમ એ સમય બતાવશે. જો કે, અત્યારથી જ ટીમને મજબૂત કરવી જરૂરી છે.
ગયા વર્ષે પણ ભારતીય ટીમે સતત કેપ્ટન બદલ્યા હતા. દરેક શ્રેણીમાં કમાન અલગ-અલગ ખેલાડીના હાથમાં હતી. વર્લ્ડ કપ 2023 બે મહિના દૂર છે પરંતુ રાહુલ દ્રવિડનો પ્રયોગ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ પહેલા 2007ના વર્લ્ડ કપ પહેલા ઘણા પ્રયોગો થયા હતા. ત્યારે દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો અને ભારતનું શું થયું તે બધા જાણે છે.
T20 વર્લ્ડ કપ 2021 બાદ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેને આ જવાબદારી મળી ત્યારે ભારતીય ચાહકોમાં એક અલગ જ ખુશી હતી. દ્રવિડની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાં થાય છે. સાદગી એ તેમની ઓળખ છે. તેના કોચિંગ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ઈન્ડિયા A એ પણ દ્રવિડના કોચિંગ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સમયે ટીમ ઈન્ડિયામાં આવતા લગભગ તમામ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનનો શ્રેય દ્રવિડને આપતા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે દ્રવિડે ચાહકોને માત્ર નિરાશ કર્યા છે.
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ICC ટુર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન જોવા જઈએ તો જ્યાં સફળતા નથી મળી તેમાં એશિયા કપ T20 2022 સુપર-4માંથી બહાર, T20 વર્લ્ડ કપ 2022 સેમિફાઇનલમાંથી બહાર, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 2023ની ફાઇનલમાં હાર તેમજ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ જીતી અને ઈંગ્લેન્ડમાં હાર મળી છે.