Xiaomi નો ફોલ્ડેબલ ફોન Xiaomi Mix Fold 3 આજે લોન્ચ થશે. આ ફોનને ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. Xiaomi ફોલ્ડેબલ ફોન Mix Fold 3 16GB રેમ અને AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થશે આ સિવાય પણ ફોનની અનેક વિશેષતાઓ છે.
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા Xiaomi એ આજે Xiaomi Mix Fold 3 ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આમાં સ્ક્રીન ખોલવા પર તેને ટેબલેટમાં કન્વર્ટ કરી શકાય છે. ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ આપવામાં આવી શકે છે. આ એક ફ્લેગશિપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે જેને સ્ક્રીન ખોલવા પર ટેબ્લેટમાં કન્વર્ટ કરી શકાય છે. Xiaomiએ સ્માર્ટફોનમાં મજબૂત હાર્ડવેર સ્પેક્સ આપ્યા છે. Xiaomi Mix Fold 3 માં અલગ અલગ ફીચર્સ હશે.
તેની ઉપલબ્ધતા ઓછામાં ઓછા આગામી થોડા અઠવાડિયા માટે માત્ર ચીન સુધી મર્યાદિત રહેશે. તેના 16GB રેમ અને 512GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,20,000 રૂપિયાથી વધુ હોઈ શકે છે.
Xiaomiમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવી શકે છે. ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપી શકાય છે. તેનું પહેલું સેન્સર 50 મેગાપિક્સલનું છે. તે 5x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 3.2x પોટ્રેટ લેન્સ સાથે આવી શકે છે. ફોનમાં 4800mAhની બેટરી આપી શકાય છે. તે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે. Xiaomi પહેલાથી જ Xiaomi Mix Fold 3 ને અત્યાર સુધીની સૌથી પાતળી હોરીઝોન્ટલ ફોલ્ડેબલ તરીકે દાવો કરવાનું શરૂ કરી ચુક્યું છે.