વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં મોંઘવારી મુદે વિસ્તૃત વાત કહી હતી વિપક્ષને પણ આડે હાથે લીધા હતા. મોદીએ કહ્યું કે વિપક્ષના કેટલાક નેતાઓ ઘરવપરાશ અને વ્યાપારી સીલીન્ડર, શાકભાજીના ભાવ તથા પેટ્રોલના વધતા ભાવ આવી અનેક બાબતો પર સરકાર સામે પ્રશ્નો સર્જી રહ્યા છે. વડાપ્રધાન એ આડકતરી રીતે તેનો જવાબ આપતા કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની હાલત વધુ સારી છે.
પરંતુ તેનાથી કોઈ સંતોષ કરી શકાય નહી. વડાપ્રધાને કહ્યુ કે મોંઘવારી નિયંત્રીત કરવા માટે ભરચકક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત સરકારની સરખામણીમાં કેટલીક સફળતાઓ પણ મળી છે પરંતુ અમે તેનાથી સંતોષ માની શકીએ નહી. મારી સરકાર દેશના લોકો પરથી મોંઘવારીનો બોજો ઓછામાં ઓછો રહે તે દિશામાં કદમ ઉઠાવી રહી છે અને તે નિરંતર પ્રયાસ ચાલુ રહેશે.
મોદીએ કહ્યું કે આજે પુરી દુનિયા મોંઘવારીના સંકટથી ઝઝુમી રહી છે. દુનિયાના તમામ અર્થતંત્રને મોંઘવારીનું જબરુ દબાણ છે અને જયારે જયારે આપણને વિશ્ર્વમાંથી આયાત કરીએ છીએ ત્યારે તેની સાથે મોંઘવારી પણ આયાત થાય છે. એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને સંસદમાં પણ મોંઘવારી મુદે ઉલ્લેખ કર્યો હતો.