બોલીવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે તેની વચ્ચે અભિનેતાના જૂહુ સ્થિત બંગલાની હરાજી થશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. જોકે હવે આ મુદ્દે અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પરત ખેંચી લીધી છે અને આવું ટેક્નિકલ કારણોસર થયું હોવાનું બેંકે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બેંક ઓફ બરોડાએ સની દેઓલની વિલાની હરાજીનું વિજ્ઞાપન પ્રસિદ્ધ કર્યું હતું. સની દેઓલે બેંક પાસેથી એક મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેમણે મુંબઈના જૂહુ વિસ્તારમાં સ્થિત પોતાનું વિલા મોર્ટગેજ પર આપ્યું હતું. તે બાદ બદલામાં બેંકને તેમણે 56 કરોડ રૂપિયા ચુકવવાના હતા. આ લોક અને તેના પર લાગેલું વ્યાજ વસૂલવા માટે બેંકે આ પ્રોપર્ટીની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે બેંકે ટેક્નિકલ કારણોસર આવું થયું હોવાનું જણાવી નોટિસ પરત ખેંચી છે.
સની દેઓલની ફિલ્મ ગદર-2 બોક્સ ઓફિસ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છએ. ભારત જ નહી વિદેશમાં પણ સની દેઓલની ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. તારા સિંહના કેરેક્ટરને 22 વર્ષ પછી પણ આજે અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે. ગદર-2 હિન્દી સિનેમાની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.





