Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી માટે હકકદાર: હાઈકોર્ટ

aaspassdaily by aaspassdaily
2023-08-25 11:59:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હી હાઈકોર્ટે ગર્ભવતી મહિલાઓને લઈને એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, તમામ પ્રેગનન્ટ વર્કીંગ વુમન મેટરનીટી બેનીફીટ (ગર્ભાવસ્થા દરમિયાન મળતા લાભ) માટે હકદાર છે. વર્કીંગ વુમન કાયમી કે કરાર આધારિત હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને મેટરનીટી બેનીફીટ એકટ 2017 અંતર્ગત રાહત આપવાનો ઈન્કાર કરી શકાય નહીં.
જસ્ટીસ ચંદ્રધારીસિંહની બેન્ચે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટીમાં કરાર પર કામ કરતી એક ગર્ભવતી મહિલાને રાહત આપતી વખતે આ ટિપ્પણી કરી છે. હકીકત એવી હતી કે કંપનીએ એક મહિલા કર્મચારીને મેટરનીટી બેનીફીટ આપવાનો ઈન્કાર કર્યો હતો. કંપનીનું કહેવું હતું કે, લીગલ સર્વિસીસ ઓથોરીટીમાં કરાર આધારીત કર્મચારીને મેટરનીટી બેનીફીટ આપવાની કોઈ જોગવાઈ નથી. જયારે લીગલ સર્વિસ ઓથોરીટી તરફથી સરફરાજત ખાતે દલીલો રજુ કરી હતી.
હાઈકોર્ટમાં અરજીકર્તા તરફથી વકીલ ચારુ વલી ખન્નાએ અસરકારક દલીલો હતી. જયારે હાઈકોર્ટે મામલાની સુનાવણી કરતી વખતે કહ્યું કે મેટરનીટી બેનીફીટ એકટની જોગવાઈમાં એવો કોઈ ઉલ્લેખ નથી, જે એવું જણાવે કે કોઈપણ વર્કીંગ વુમનને પ્રેગ્નેન્સી દરમિયાન રાહત આપવાથી રોકી શકાય. માતૃત્વ લાભ કોઈપણ કંપની અને કર્મચારીની વચ્ચે કરારનો હિસ્સો નથી. એ મહિલાની ઓળખનો એક મૌલિક અધિકાર છે, જે પરિવાર શરુ કરવા અને બાળકને જન્મ આપવાનો વિકલ્પ પસંદ કરે છે.
બાળકને જન્મ આપવાની સ્વતંત્રતા મહિલાનો મૌલિક અધિકાર છે, જે દેશનું બંધારણ પોતાના નાગરિકોને કલમ 21 હેઠળ આપે છે. કોઈપણ સંસ્થા કે સંગઠન, આ અધિકારનો ઉપયોગ કરવામાં અવરોધ નાખે તો ફકત ભારતના બંધારણનો જ નહી પણ મૌલિક અધિકારોનો ભંગ છે, તેમજ સામાજીક ન્યાયના પાયાના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે. જસ્ટીસ સિંહે કહ્યું કે જો આજના સમયમાં એક મહિલાને પોતાના પારિવારિક જીવન અને કારકિર્દીના વિકાસની પૈકી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે છે, તો આપણે એક સમાજ તરીકે નિષ્ફળ થઈ જઈશું.
મહિલા- જે બાળકના જન્મની પ્રક્રિયા દરમિયાન કેટલાય પ્રકારની શારીરિક અને માનસિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે, તેને અન્ય લોકોની સમાન કામ કરવા માટે મજબૂર કરી શકાય નહીં. એ નિશ્ર્ચિત રુપથી સમાનતાની એ પરિભાષા છે, જે બંધારણના ઘડવૈયાઓના મગજમાં હતી.

Previous Post

ડ્રગ્સ માફીયા લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

Next Post

સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે: ISRO ખાતે PM મોદી

ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે: ISRO ખાતે PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.