Asia Cup ની આજે પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાઈ હતી. જ્યા પાકિસ્તાને નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવીને એશિયા કપની પહેલી જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 342 રનનો વિશાળ સ્કોર બનાવી દીધો હતો. નેપાળને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ હતો, પરંતુ પાકિસ્તાનની તીક્ષ્ણ બોલિંગ સામે આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. નેપાળ તરફથી સોમપાલ કામીએ 28 અને વિકેટ કીપર બેટ્સમેન આરીફ શેખે 26 રન અને ગુલશન ઝાએ 13 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.
પાકિસ્તાને એશિયા કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં નેપાળને 238 રનથી હરાવી ટીમ ઈન્ડિયાને પણ વિચારવા મજબૂર કર્યું છે. આ કોઇ નાની જીત નથી. ભલે નેપાળની ટીમ નબળી છે પણ આટલા મોટા અંતરથી જીતવું તે પણ એશિયા કપમાં પાકિસ્તાનની કેટલી તૈયારીઓ છે તે દર્શાવે છે. ODI ક્રિકેટ ઈતિહાસમાં રનના મામલે પાકિસ્તાનની આ અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી જીત છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદની સદીની મદદથી 6 વિકેટે 342 રન બનાવ્યા હતા અને ત્યારપછી નેપાળને 23.4 ઓવરમાં 104 રનમાં આઉટ કરી દીધી હતી. નેપાળ તરફથી સોમપાલ કામીએ (28) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમના સિવાય અરીશ શેખે 26 રન અને ગુલશન ઝાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય નેપાળનો કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી શબાદ ખાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદી અને હારિસ રૌફે બે-બે વિકેટ લીધી હતી.