વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા શુક્રવારે સવારે 85.71 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. આ વખતે ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે તેનાથી માત્ર 15 સેમી દૂર ભાલા ફેંકીને ગોલ્ડ કબજે કર્યો. જેકબે 85.86 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.04 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.
નીરજ ચોપરાએ ગુરુવારે ધીમી શરૂઆત કરી અને પ્રથમ પ્રયાસમાં તે માત્ર 80.79 મીટરનું અંતર જ પાર કરી શક્યો. આ પછી, તેના પછીના બે પ્રયાસો ફાઉલ રહ્યા હતા. ચોપરાએ ચોથા પ્રયાસમાં 85.82 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. તેણે છેલ્લા પ્રયાસમાં 85.71નું સર્વશ્રેષ્ઠ અંતર હાંસલ કર્યું હતું. ચેક રિપબ્લિકનો વાડલેચે 85.86 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જર્મનીના વેબર 85.04 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું, ‘સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ હતું, તેથી મેં વધારે મહેનત કરી ન હોતી. હું માત્ર થોડા સેન્ટિમીટરથી ચૂકી ગયો, હું તે જાણું છું. આપણે રમતમાં પરિણામ સ્વીકારવું પડશે. નીરજે ઈવેન્ટની શરૂઆત 80.79 મીટરના થ્રોથી કરી હતી. લિથુઆનિયાના એડિસ માતુસેવિસિયસે 81.62 મીટરના થ્રો સાથે લીડ મેળવી હતી. બીજા પ્રયાસમાં, ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 83.46 મીટરનો નક્કર થ્રો કર્યો અને એડિસ અને નીરજને એક-એક સ્થાન નીચે સરકાવી દીધા.