હજુ તો સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોને લઈ વિવાદ સમ્યો નથી ત્યાં વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નાથ સંપ્રદાયના સંત ગેબીનાથજીની અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયમાં રોજ ભભુકી ઉઠ્યો છે ત્યારે આજે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષ નાથ આશ્રમ ના મહંત શેરનાથ બાપુ દ્વારા વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ પર કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી.
જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં આવેલા ગૌરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે સાળંગપુરમાં હનુમાનજીનું જે ચિત્ર દર્શાવવામાં આવ્યું તેવી જ રીતે વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા નાથ સંપ્રદાયના સંત અને સિદ્ધપુરુષ એવા ગેબીનાથજી ને અસુર કહી સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. અને આ સ્વામીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને શિંગડા હતા કાન પટ્ટા હતા અને કાનમાં કડીઓ નાખેલી છે અને આ અસુરો અહીં આવ્યા છે આવી અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયના મંતવ્ય પ્રમાણે આજરોજ ગૌરક્ષ નાથ આશ્રમ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોલીસને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે અને નાથ સંપ્રદાયની અભદ્ર ટિપ્પણી કોઈપણ સંજોગે સહન નહીં કરી શકીએ આના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ છે.





