સેન્ટ્રલ ઓફિસ ખાતા દ્વારા રજૂ થયેલ કામોમાં અ.મ્યુ. કોર્પોરેશનમાં જુદા જુદા ખાતામાં વહીવટી કેડરની આવેલ સીનીયર ક્લાર્કની ૪૦% મુજબ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓ માટે હયાત લાયકાતને બદલે રાજ્ય સરકાર મુજબ સૂચિત લાયકાત તેમજ લેખિત પરીક્ષાની નીતી રાખવા તથા ટેક્ષ ખાતાના એસ્ટા. શીડ્યુલમાં વોર્ડ ઈન્સ્પેકટર (સીનીયર ક્લાર્ક)ની ૯૨ જગ્યાઓ ઉઘાડવાના કામને મંજૂરી આપવામાં આવી.
હેલ્થ કોન્ઝરવન્સી વિભાગના શિડ્યુલ ઉપર મુકાદમની ૧૩૨ જગ્યાઓ કાયમી ધોરણે ઉધાડવાના કામને મંજૂરી આપવામાં આવી.
આ સાથે સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ ખાતા દ્વારા રજૂ થયેલ કામોમાં આરોગ્ય ખાતા સંચાલીત હેલ્થ સંસ્થાઓ તથા મ્યુનિ. જનરલ હોસ્પિટલના વપરાશ સારૂ પી.ઓ.પી બેન્ડેજ ગ્રુપ્સ અંગેની આઈટમો ખરીદવા બે વર્ષનો રેઈટ કોન્ટ્રાકટ કરવા માટે વાર્ષિક રૂા. ૪૫ લાખની મર્યાદામાં ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
આરોગ્ય ખાતા સંચાલીત હેલ્થ સંસ્થાઓ તથા મ્યુનિ.જનરલ હોસ્પિટલોના વપરાશ સારૂ પ્લાસ્ટીક બેગ્સ ફોર બાયોમેટીકલ વેસ્ટ ક્લેકશન અંગેની આઈટમો ખરીદવા બે વર્ષનો રેઈટ કોન્ટ્રાકટ કરવા માટે વાર્ષિક રૂા. ૧૧૩ લાખની મર્યાદામાં ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
આ સિવાય વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં,
પૂર્વ ઝોનના રામોલ હાથીજણ વોર્ડમાં રામોલ ગામ તેમજ જુદા જુદા વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવાના તથા ડ્રેનેજ અપગ્રેડેશન કરવા માટે રૂા. ૪૫ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી. દક્ષિણઝોનના ઇસનપુર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા ડાયાની ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન સુપર સકર મશીન તેમજ સી.સી.ટી.વી. પધ્ધતિથી ડીસીલ્ટીંગ કરવા માટે રૂા. ૧૨૭ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં ડ્રેનેજ નેટવર્ક નાંખવા માટે રૂા. ૧૨૮૬ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં ઇન્ટરમીડીએટ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવી રાઇઝીંગ મેઇન લાઇન નાંખી બે વર્ષના O & M સહિતની આનુષાંગિક કામગીરી કરવા માટે રૂા. ૧૫૯૧ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
ઉત્તર ઝોનના કુબેરનગર વોર્ડમાં ઓવરહેડ ટાંકીની જગ્યાએ નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા તથા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની ફીડર લાઇન નાખવાના લેબર કામ માટે રૂા. ૨૬૭ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.