કેરલમાં ફરી નિપાહ વાયરસ ફેલાવા લાગ્યો છે. નોંધનીય છે કે કેરલમાં નિપાહ વાયરસના સંક્રમણથી બે લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ કે પ્રદેશ સરકાર બંને મોતને ગંભીરતાથી લઈ રહી છે. પરંતુ ડરવાની જરૂર નથી.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નિપાહ વાયરસ જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે. આ એક ઝૂનોટિક વાયરસ છે જે માણસથી માણસમાં ફેલાઈ શકે છે. ફ્રુટ બેટ, જેને ‘ફ્લાઈંગ ફોક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિપાહ વાયરસનું કારણ હોવાનું કહેવાય છે.આ રોગનું નામ મલેશિયાના એક ગામ પરથી રાખવામાં આવ્યું છે. તેનો પ્રથમ કેસ અહીં જોવા મળ્યો હતો.





