મેક્સિકો સંસદમાં 1000 વર્ષ જુના એલિયન્સની લાશોનું પ્રદર્શિત કરવામાં આવ્યું હતું,. લાઈવ સ્ટ્રીનિંગથી જોતા ખબર પડી કે આ લાશોના હાથ અને પગમાં ત્રણ આંગળીઓ હતી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ ધરતી પરના ના હોઈ શકે, કારણ કે આ માનવના કંકાલોથી કેટલાય અલગ લાગે છે.
મેક્સિકોની કોંગ્રેસે 1000 વર્ષ જુના એલિયન્સની લાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ લાશોને પેરુના કુસ્કોની ખાણોમાંથી બરામત કરવામાં આવી હતી. આ લાશોને દરેક લોકો જોઈ શકે છે, એટલા માટે બારીવાળા બોક્સમાં રાખવામાં આવ્યા છે. લાશોના નમુનામાંથી મળેલા ડીએનએ પરિક્ષણ કરવામાં આવી હતી અને તેની તુલના અન્ય ડીએનએ સાથે કરવામાં આવી હતી. જેના પછી ખબર પડી કે આ નમુનાના 30 ટકાથી વધારે અજ્ઞાત હતા. તેમને યુએફઓ નિષ્ણાત જેમી મોસાને સાંસદમાં પ્રદર્શિત કરી હતી.
મૌસાને પોતાની સુનવણી દરમ્યાન મેક્સિકો સરકાર અને અમેરિકાના અધિકારીઓને તેની જાણકારી આપી હતી. રિપોર્ટ પ્રમાણે મૌસાને કહ્યુ હતુ કે આ એ પ્રાણી નથી. જે UFO ના કાટમાળ પછી મળી આવ્યા હતા. લાઈવ સ્ક્રીનિંગમાં તેમનો Xray પણ બતાવવામાં આવ્યો હતો. જેમા ખબર પડી કે અંદર રોડ અને એક અંડાકાર કોઈ વસ્તુ પણ હતી.