ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હાલના સમયે ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે. ત્યાં હાલમાં ભારે ઠંડીનો માહોલ છે. પણ તેની નવી નવી તસવીરો સામે આવી રહી છે. જોકે આ વખતે તેના ફોટા દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દનૂરીએ ક્લિક કર્યા છે. તેમાં શિવશક્તિ પોઈન્ટ પણ દેખાય છે. એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું ક આ તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી જેથી અમે પણ ચંદ્રયાન-3ની ચંદ્રની દક્ષિણ ધ્રૂવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ.