શેરબજારે વધુ એક વખત નવો ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના જૂના ઓલટાઈમ હાઈ રેકોર્ડને બ્રેક કરતાં નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સમાં ગુરુવારે પણ હરિયાળી છવાઈ. તે 67627ના સ્તરે ખૂલ્યું હતું. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 20127ના સ્તરથી દિવસના વેપારની શરૂઆત કરી હતી. તેની સાથે જ વેપાર આગળ વધતાં જ સેન્સેક્સ ઓલટાઈમ હાઈ 67771.05ના સ્તરને સ્પર્શી ગયું હતું. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 67727ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું અને તે પછીથી 67771.05ના ઓલટાઈમ હાઈના લેવલે પહોંચી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીએ 85 પોઇન્ટના ઉછાળા સાથે 20155ના લેવલને સ્પર્શ કર્યું હતું. જે પછીથી 20167.65ના સર્વોચ્ચ શિખર પર જઈ આવ્યું હતું.