તા.18થી 22 સુધી ચાલનારા સંસદના ખાસ સત્રના એજન્ડા અંગે સતત સર્જાઈ રહેલા સસ્પેન્સનો અંત આવી રહ્યો છે અને સરકારે આ સત્રમાં તા.18ના રોજ જૂના સંસદ ભવનમાં આખરી બેઠક યોજાશે અને તા.19થી ગણેશ ચતુર્થીના દિવસે દેશ નવી સંસદમાં પ્રવેશ કરશે તથા તા.22 સુધી આ ખાસ સત્ર ચાલશે. જેમાં પ્રશ્નકાળ નહી હોય તે નિશ્ચીત કરવામાં આવ્યું છે.
આ સત્ર અંગે સરકારે પ્રથમ વખત સતાવાર જાહેરાત કરતા જાહેર કર્યુ છે કે દેશની સંસદની 75 વર્ષની ઉપલબ્ધીઓ અનુભવે અને સ્મૃતિ તથા બોધપાઠ અંગે ચર્ચા થશે તેની સાથે ચાર પ્રસ્તાવો પર પણ ચર્ચા થશે. જો કે વિપક્ષોને હજું શંકા છે કે આ ફકત આ એજન્ડા માટે જ સરકાર ખાસ સત્ર બોલાવે તે કદાચ વધુ પડતુ છે તે સરકાર કોઈ છુપો એજન્ડા ગૃહમાં રજું કરી શકે છે. સરકારના જે એજન્ડા છે તેમાં પણ વિવાદ સર્જાશે તેવા સંકેત છે. જેમાં અનેક વિધેયક રાજયસભા અગાઉ જ મંજુર કરી ચૂકી છે. મહત્વના જે ચાર વિધેયક છે તેમાં એડવોકેટ સંશોધન ખરડો-2023 પ્રેસ એન્ડ અન્ય પ્રસાર મીડીયા રજીસ્ટ્રેશન ખરડો 2023ને રાજયસભા પસાર કરી ચુકી છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર નિયુક્ત તથા નોકરીની શરતો અંગે 2023 ખરડો રજુ થશે.
કોંગ્રેસ પક્ષે ખાસ સત્રના એજન્ડા પર પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ તમામ એજન્ડા માટે તો સંસદના શિયાળુ સત્ર સુધી રાહ જોઈ શકાતી હોત તો ખાસ કરીને મુખ્ય સહિતના ચુંટણી કમિશ્નરની નિયુક્તિ અંગે સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ભૂમિકાની બાદબાકી કરી છે તેથી સરકાર હવે પોતાની પસંદગીના ચૂંટણી કમિશ્નર નિયુક્ત કરીને સમગ્ર ચુંટણી પંચને કહ્યાગરૂ બનાવી દેશે તેઓ ડર કોંગ્રેસ પક્ષે વ્યક્ત કરી આ ખરડાનો વિરોધ કરવા નિર્ણય લીધો છે. કોંગ્રેસના પ્રવકતા અને રાષ્ટ્રીય મહામંત્રી જયરામ રમેશે કહ્યું કે સરકાર પરદા પાછળ કંઈક છુપાવી રહી છે જે એજન્ડા છે તે બતાવી રહી નથી અને જે બનાવશે તેમાં રાહ જોઈ શકાતી હોત તે નિશ્ચીત છે.