ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે સમન્સ નીકાળી ચૂકી છે. વળી યુનિવર્સિટીના વકીલ દ્વારા બંને આરોપીઓ કોર્ટમાં ઉપસ્થિત ન થતા વોરન્ટ કાઢવાની માગ કરાઈ હતી. જેની સામે રાહત મેળવવા બંને આરોપીઓ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી ગયા હતા. જ્યાંથી પણ તેમને રાહત મળી નથી. પરંતુ સુપ્રીમકોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેથી આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળીને સીટી સિવિલ કોર્ટને 10 દિવસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. આજે સેશન્સ કોર્ટમાં આ અંગે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવીઝન અરજી ફગાવી દીધી છે. આથી બંને આરોપી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે