યુરોપિયન સેન્ટ્રલ બેંકે મોંઘવારી પર લગામ કસવા વ્યાજ દરોમાં ફરી વધારો કર્યો છે. યુરો કરન્સી ધરાવતી 20 દેશોની સેન્ટ્ર બેંકે સતત 10મી બેઠકમાં વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઈસીબીએ ડિપોજિટ વ્યાજ દર 3.75 ટકાથી વધારી 4 ટકા કરવાનો નિર્ણય છે, જે 1999માં યુરોના અસ્તિત્વમાં આવ્યા બાદ સૌથી વધુ છે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકે કહ્યું કે, વર્તમાન એસેસમેન્ટના આધારે ગર્વનિંગ કાઉન્સિલનું માનવું છે કે, યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરાયા બાદ મોંઘવારી ડામવામાં મદદ મળશે. ફુગાવાનો દર હાલ 5 ટકાની ઉપર છે, જેને 2 ટકા પર લાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. જોકે યૂરોપિયન સેન્ટ્રલ બેંક માટે આ લક્ષ્યાંકને પાર પાડવો સરળ નથી. કડક લેબર પોલિસીના કારણે સતત પગાર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે એનર્જી પ્રાઈસિઝમાં પણ ઝડપી મોંઘવારીનું દબાણ બનેલું છે.
2024માં મોંઘવારી દર ઘટાડીને 3.2 ટકા સુધી લાવવાનો અંદાજ છે. જોકે ત્રણ મહિના પહેલા 3 ટકાનો અંદાજ મુકાયો હતો. જ્યારે 2024ના ગ્રોથ રેટને આ વર્ષે 2023 માટે ઘટાડી 0.7 ટકા અને 2024 માટેં 1 ટકા કરાયો છે. ઈસીબીની ગર્વનિંગ કાઉન્સિલનું કહેવું છે કે, તેઓ મધ્યમ ગાળામાં ફુગાવાને 2 ટકા પર લાવવા કટિબદ્ધ છે… જોકે ઈસીપીએ સંકેત આપતા કહ્યું કે, તેઓ વ્યાજ દરમાં વધુ વધારો નહીં કરે… અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વની 19 અને 20 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની છે. બેઠકમાં વ્યાજ દરો અંગે નિર્ણય કરવામાં આવે તેવી આશા છે. દરમિયાન અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે… આવી સ્થિતિમાં ફેડ રિઝર્વના નિર્ણય પર વિશ્વભરના ફાઈનાન્શિયલ માર્કેટન નજર રહેશે.





