પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ બની રહી છે ત્યારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ) કંગાળ થવાના આરે પહોંચી ગઇ છે. પીઆઇએના ટોચના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ફંડ આપવામાં નહી આવે તો આગામી ૨૪ કલાકમાં વિમાન સેવા બંધ કરવાની ફરજ પડી શકે છે. પીઆઇએના પાયલોટસ અને ગ્રાઉન્ડ સ્ટાફને ઘણા મહિનાઓથી પુરુ વેતન મળ્યું નથી એટલું જ નહી કંપની અત્યાર સુધી ઇંધણ અને સ્પેર પાર્ટસ માટે લોન લઇને ગાડુ ગબડાવતી હતી પરંતુ હવે તે મળવાનું બંધ થઇ ગયું છે.
પાકિસ્તાનની ખાનગી ચેનલ જીઓ ન્યૂઝમાં સમાચાર પ્રકાશિત થયા હતા તે મુજબ બોઇંગ અને એરબસ જેવી કંપનીઓએ દેવું ચુકતે ના કરવાથી પાર્ટસ આપવાનું બંધ કરી દીધું છે. રાષ્ટ્રીય એર લાઇનનું એરલાઇન્સને રોજ લાખો રુપિયાનું નુકસાન થઇ રહયું છે. ઇંધણ ભરવાના નાણા નહી ચુકવવાથી પીઆઇએના એક વિમાનને દમ્મમ એરપોર્ટ પર જયારે અન્ય ૪ ને દુબઇ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું હતું.





