ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટાઉનમાં આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ 11 લાખ ઉપરાંતની લૂંટને અંજામ આપનારા બુકાની ધારીઓને ઝડપી લેવાયા છે.. મુદ્દામાલ લઈ રફુચક્કર થાય તે પહેલાદ સવા કલાકની મહેનતમાં આસપાસનો સમગ્ર વિસ્તાર ખૂંદી નાખી પોલીસે તેમને ઝડપી લીધા.. આ સાથે ભરૂચ પોલીસે લુટ ચોરી જેવા 25 થી વધુ ગુનાને અંજામ આપનાર અને ભરૂચ જિલ્લાના બે મળી ત્રણ લોકોને ઝડપી પાડી તમામ મુદ્દા માલ રિકવર કરી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટાઉનમાં આંગડિયા પેઢીનો કર્મચારી છરાની અણીએ લૂંટનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપનારા બુકાની ધારીયો પલ્સર નામની ગાડી ઉપર રફુચક્કર થયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને લૂંટની ઘટનાની જાણ ભરુચ એલસીબી પોલીસને થતા ભરૂચ એલસીબી પોલીસ મથકના પીઆઇ ઉત્સવ બારોટ તથા તેમનો સંપૂર્ણ સ્ટાફ લૂંટારો ટોળકીને શોધવા માટે કામે લાગી ગયો હતો
ત્રણ લૂંટારો પૈકી સમગ્ર ગુજરાતમાં 25 થી વધુ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપનાર મુસ્તફા ઉર્ફે હજામ ઉર્ફે મસ્તક શેખ પોલીસની નજરે ચડતા તેને પકડવા જતા તેને પોલીસ સામે છુટ્ટા પથ્થરો તથા હાથમાં રહેલો છરો મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એલસીબી પોલીસના માણસોએ પણ હિંમત રાખી લુટારૂ ટોળકીના મુખ્ય સૂત્રધાર મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મસ્તક શેખને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જ્યારે મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મસ્તક શેખની પૂછપરછ કરતા તેના સાળા યામીન અલ્તાફ ગુલામ પટેલે ગુનાને અંજામ આપવા માટે ફોન દ્વારા બોલાવ્યો હતો તેવી કબુલાત કરી હતી જ્યારે અન્ય ત્રીજો સાહિલ જોસેફ ઉર્ફે યુસુફ ઇસ્માઈલ પટેલને સમગ્ર વિસ્તારના ખેતરમાંથી સવા કલાકની મહેનત કરી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા અને સમગ્ર લૂંટમાં ગયેલો સોનાના દાગીના તથા રોકડા રૂપિયા તથા આરોપીઓએ વાપરેલા મોબાઈલ સહિત મોટરસાયકલ મળી તમામ મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી લૂંટનો ભેદ માત્ર 1 કલાક અને 19 મિનિટમાં ઉકેલી નાખવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે.