સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે. કોપર કોમોડીટી સાથે સંકળાયેલી 9 પેઢીઓના 21 સ્થળો પર સ્ટેટ જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 861 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કર્યો છે.
સ્ટેટજીએસટી વિભાગની ટીમે રવિવારે સુરતમાં કોપર કોમોડીટી સાથે સંકળાયેલી 9 પેઢીઓના 21 સ્થળો પર રેડ પાડી હતી. જેમાં વેપારીઓએ બોગસ બિલિંગથી 155 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે. કરચોરી કરનાર સુરતના ૩ વેપારીઓ SGST વિભાગે ધરપકડ કરી છે. 3 વેપારી કપિલ કોઠારી, ધર્મેશ કોઠારી તથા હિતેશ કોઠારી નામનાં વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ ડાયમંડ સિટી સુરતમાં આવકવેરા વિભાગે જ્વેલર્સને મોટાપાયે દરોડા પાડ્યા હતા. ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ દરોડા ઓપરેશનમાં જોડાયા હતા. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીથી અન્ય ડાયમંડ ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.