વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ મોદી તા.2 ઓકટોના ગુજરાત આવવાના હતા પણ હવે આ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. શ્રી મોદી તા.26ના સાંજે 7 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે તેમાં રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા હજારો બહેનો ઉમટશે.
હાલમાં જ સંસદે ધારાસભા-લોકસભા 33% મહિલા અનામતને મંજુરી આપી છે અને તેની હવે દેશના મહત્વના ધારાગૃહોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને 27 વર્ષથી પેન્ડીંગ મહિલા અનામતને મોદી સરકારે વાસ્તવિકતા બતાવતા નારી શક્તિ વંદન અભિવાદનમાં તેમાં એરપોર્ટ પાસે જ એક ભવ્ય સમારોહમાં હાજરી આપશે. તા.27ના સવારે વડાપ્રધાન સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રી ઈવેન્ટમાં હાજરી આપશે. જેમાં ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના પ્રતિનિધિઓ હાજરી આપશે. શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ત્યારે બોડેલી ખાતે તેઓનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ વડોદરામાં જાહેર સભા સંબોધશે.