ભારતીય ટીમે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે માત્ર જીત જ નહીં પરંતુ 2-0થી શ્રેણી પર કબજો પણ કર્યો હતો. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે.
પહેલો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમે નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 383 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ ઉપરાંત ભારતીય ટીમ વન-ડે ઈન્ટરનેશનલમાં 3 હજાર સિક્સર મારનારી પણ પ્રથમ ટીમ બની ગઈ છે.
ભારત સામેની ODIમાં સૌથી મોંઘો બોલર, ODI મેચમાં સૌથી મોંઘો ઓસ્ટ્રેલિયન બોલર, કોઈપણ એક સ્થળે હાર્યા વિના સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ, કોઈપણ એક ટીમ સામે ભારતીયોએ લીધેલી સૌથી વધુ વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સર્વોચ્ચ સ્કોર, વનડે મેચમાં ભારતીય ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે.