ખાલિસ્તાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય મૂળના અમેરીકન વેપારી સંત સિંહ ચટવાલે મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે બહુંજ ઓછા શીખો છે જે ખાલિસ્તાનનું સમર્થન કરે છે. ચટવાલે દાવો કર્યો છે કે 99 ટકા શીખ સમુદાય ભારત સાથે પ્રેમ કરે છે. જે ઉગ્રવાદી તત્વો આ મુદ્દા પર વાત કરી રહ્યા છે તેઓ ક્યારેય પંજાબ ગયા નથી. પછી ભલે તેઓ કેનેડામાં જાય.
ભારત હોય કે અમેરિકા, તેમનું સમર્થન કરતું કોઈ નથી.ચટવાલે કહ્યું, “ભાગ્યે જ કોઈ એવું હશે જે ખાલિસ્તાનને સમર્થન કરી રહ્યું હોય. ખાલિસ્તાનના સમર્થનને લઈને વ્યાપક ગેરસમજણો છે. ભારત આપણો દેશ છે. ખાલિસ્તાનમાં કોઈને રસ નથી.” ચટવાલે કહ્યું, “મને ખબર નથી કે તેમને કોણ ભંડોળ પૂરું પાડે છે, તેઓ ક્યારેય પંજાબ ગયા નથી. મને શીખ હોવાનો ગર્વ છે.”
અમેરિકન ઉદ્યોગપતિએ ભારતમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે શીખ સમુદાય માટે મહાન કામ કર્યું છે અને શીખોને તેના પર ગર્વ છે. ચટવાલે કહ્યું, “પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે ખૂબ સારું કામ કર્યું છે. તેમણે શીખો માટે કરતારપુર કોરિડોર ખોલ્યો.”
ચટવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે શીખ સમુદાયના લોકો ભારતમાં અગ્રણી હોદ્દા ધરાવે છે અને ઘણા પ્રતિષ્ઠિત હોદ્દા ધરાવે છે. તેઓ કહે છે, “ભારતમાં શીખો અગ્રણી હોદ્દા ધરાવે છે. અમારા મંત્રીઓમાંના એક હરદીપ સિંહ પુરી શીખ છે. શીખ રાજદૂત સંધુ સાહેબ (ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ) વોશિંગ્ટન ડીસીમાં છે