દેશમાં ફુગાવાને કાબુમાં રાખવા મોદી સરકાર ઓકટોબરથી શરુ થતી ખાંડની નવી સીઝનના પ્રારંભે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદે તેવી શકયતા છે. ચાલુ વર્ષ પણ ખાંડ મીલોને 6.1 મીલીયન ટન ખાંડની નિકાસ છુટ અપાઈ છે ત્યારે 11.1 મીલીયન ટન દેશમાં વેચવાની ફરજ પાડવામાં આવી હતી.
2023-24ની ખાંડની સીઝન ઓકટોબરથી શરુ થશે. ચાલુ માસે શેરડી ઉત્પાદક ઉતરપ્રદેશના ક્ષેત્રમાં વરસાદી ખાધ છે અને છેલ્લા વરસાદથી તે વિલંબીત કરાઈ હતી. તેની સરકાર આગોતરા પગલા તરીકે ખાંડની હાલ નિકાસ કરવા દેશે નહી.
			

                                
                                



