આર્થિક અને સામાજીક અરાજકતાની સ્થિતિમાં હોમાઈ ગયેલા પાકિસ્તાનનું એક વધુ કડવું સત્ય અને કરુણતા બહાર આવી છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’ના રિપોર્ટ મુજબ દેશની સેનેટ (સંસદના એક ગૃહ) સમક્ષ મુકવામાં આવેલા રિપોર્ટ મુજબ વિદેશમાં જે ભીખારીઓ પકડાય છે તેમાં 90% પાકિસ્તાની હોય છે. ખાસ કરીને સાઉદી અરેબીયા અને ઈસ્લામીક દેશોમાં માનવ તસ્કરીના માર્ગે પાકના ગરીબોને દેશની બહાર લઈ જઈને તેની પાસે મજુરી કરાવા પછી થશે જેમાં યુદ્ધ અશકત હોય તેને માજીદ કે તેવા સ્થળોની બહાર ભીખ માંગવા બેસાડી દેવામાં આવે છે.
પાકના ઓવરસીઝ બાબતોના સેક્રેટરી ઝુલ્ફીબાર હૈદરએ સેનેટ પેનલ સમક્ષ ચર્ચા વખતે માહિતી આપી કે સ્કીલ લેબર એટલે કે નીચે કોઈ ખાસ કામ ધંધાની કુશળતા ધરાવે તેઓ સાઉદી અરેબીયા અને યુ.એ.ઈ.ના દેશોમાં રોજગારી માટે જાય છે તેની સાથે બિકુશળ લોકો જે ફકત મજુરી કરી જાણે છે તેઓ પણ કોઈને કોઈ રીતે આ દેશો કે આસપાસના દેશોમાં પહોંચી જાય છે. ખાસ કરીને હજયાત્રા જેવા સમયે માનવ તસ્કરી વધી જાય છે.
મકકા સહિતના શહેરમાં ખીસ્સા કાતરૂમાં જે ઝડપાયા છે તેમાં મોટા ભાગનાની ઓળખ પાકિસ્તાની તરીકે થઈ છે. જો કે સ્કીલ લેબર જેઓ વિદેશ જાય છે તેને પાક પ્રોત્સાહીત કરે છે. તેઓ દેશમાં જે નાણા મોકલે છે તેનાથી અટકીને વિદેશી ભંડોળની કમાણી થાય છે. સાઉદી અરેબીયામાં પાક કારીગરોની સૌથી મોટી માંગ છે. પાકમાં બેરોજગારી વખતે પાક સેનેટમાં સ્વીકારવું કે દેશમાં 50000થી વધુ ઈજનેરો બેકાર છે. ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણે જમીન પર હજું ઉભા રહી શકતા નથી. સાઉદી અરેબીયા 30 લાખ પાકિસ્તાની વસે છે. યુ.એ.ઈ.માં 15 લાખ અને કતારમાં 2 લાખ પાકિસ્તાની વસે છે.





