સિમકાર્ડ બદલીને ઠગાઈ કરનારાઓ પર 62 સંચાર નિયામક ટ્રાઈ નંબરપોર્ટ કરાવવા અને સિમ જારી કરવાનાં નિયમ સખ્ત બનાવશે. જેને લઈને તૈયારીઓ થઈ રહી છે. આ પગલૂ સીમકાર્ડ સ્વેપીંગથી થતી છેતરપીંડી રોકવા માટે ઉઠાવવામાં આવી રહ્યુ છે. ટ્રાઈએ આ બારામાં મોબાઈલ સેવા આપનાર કંપનીઓ અને ગ્રાહકો પાસેથી 25 ઓકટોબર 2023 સુધીમાં સુચનો માંગ્યા છે.
સિમ કાર્ડ સ્વેપીંગમાં ઠગ લોકો કોઈ વ્યકિતના સીમ કાર્ડને પોતાના નકલી સીમથી બદલી શકે છે ત્યારબાદ તે ટેલીકોમ સર્વીસ પ્રોવાઈડર પાસેથી આપના નંબરનું જ બીજુ સીમ કાર્ડ ઈસ્યુ કરાવી લે છે જો આ નંબર બેન્ક ખાતા સાથે લીંક હોય તો બધા ઓટીપી ઠગ પાસે ચાલ્યા જાય છે જેથી વ્યકિત ઠગાઈનો ભોગ બને છે આથી બચવાનો રસ્તો એ છે કે આપનો મોબાઈલ કોઈને ન આપો. અને ના તો તેને રેઢો મુકો શકય છે કે આપની ગેરહાજરીમાં કોઈ આપનું સીમકાર્ડ બદલી નાખે જો અચાનક સીમકાર્ડ નિષ્ક્રીય થઈ જાય તો તરત આપનો બેન્કીંગ પાસવર્ડ બદલી નાખો. આપના ડેબીટ-ક્રેડીટ કાર્ડ લોક કરી નાખો આપ સાયબર અપરાધ શાખામાં ફરિયાદ કરાવી શકો છો. ટ્રાયનાં નવા નિયમ લાગુ થયા બાદ સિમ પોર્ટ કરતી વખતે અને ગ્રાહકને જુના નંબર પર નવો સીમ જાહેર કરતી વખતે કંપનીઓએ પહેલાની તુલનામાં વધુ સાવધાની રાખવી પડશે.






