આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજ્યંતી છે. આજે સમગ્ર ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર દરેક દેશવાસીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ અવસર પર રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાનુભાવોએ નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ (ગાંધી જયંતિ) પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજઘાટ બાદ પીએમ મોદી વિજયઘાટ ગયા. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર તેમની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય પાર્ટીના નેતાઓએ પણ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.





