ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023માં મેડલના મામલે ભારતે હવે અડધી સદી પૂરી કરી લીધી છે. આજે એટલે કે સોમવાર, 2 ઓક્ટોબરે આ ગેમ્સનો 9મો દિવસ છે અને મેડલની સંખ્યામાં વધારો થવાની દરેક આશા છે, કારણ કે ઘણા ખેલાડીઓ અને ટીમો મેડલ માટે દાવેદારી કરતા જોવા મળશે. ભારતને 9માં દિવસે બ્રોન્ઝના રૂપમાં પહેલો મેડલ મળ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
એશિયન ગેમ્સના 9માં દિવસે સોમવારે ભારતનું મેડલ જીતીને ખાતું ખુલ્યું છે. ભારતે મહિલાઓની સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલે ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને એકંદરે આ ભારતનો 54મો અને 20મો બ્રોન્ઝ મેડલ છે. મહિલાઓ બાદ ભારતની પુરુષોની સ્પીડ સ્કેટિંગ ટીમે પણ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 9માં દિવસે ભારતનો આ બીજો મેડલ છે. એકંદરે ભારત પાસે હવે 55 મેડલ છે અને આ 21મો બ્રોન્ઝ છે





