દક્ષિણ મેક્સિકોમાં એક હાઇવે પર માલવાહક ટ્રક પલટી જતાં 10 વ્યક્તિના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. એક મીડિયા અહેવાલ મુજબ ગ્વાટેમાલાની સરહદ નજીક મેક્સીકન રાજ્ય ચિયાપાસમાં રવિવારે સવારે આ અકસ્માત થયો હતો. મેક્સિકોની નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટના એક નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે, ટ્રક મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસમાં પિજિયાપન-ટોનાલા હાઇવે પર ‘અનિયમિત રીતે’ 27 ક્યુબન નાગરિકોને લઈ જઈ રહી હતી. ઘટનાના પ્રારંભિક અહેવાલોને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર ટ્રકને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો અને તેણે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો.






