એશિયન ગેમ્સનો આજે 10મો દિવસ છે. આ સ્પર્ધામાં ભારતને પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15 અને નવમા દિવસે સાત મેડલ મળ્યા છે. આજે ભારતની કુલ મેડલ સંખ્યા 70ને પાર કરી શકે છે.
ભારત પાસે કેટલા મેડલ?
ગોલ્ડ: 13
સિલ્વર: 24
બ્રોંઝ: 25
કુલ: 62
ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સદીની ઇનિંગ રમી હતી. રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
લોવલિના બોક્સિંગમાં ફાઇનલમાં પહોંચી
બોક્સિંગમાં લોવલિના બોર્ગોહેન મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચી છે. તેઓ થાઈલેન્ડના બાઇસન સામે 5-0ના માર્જિનથી જીતી હતી. લોવલિનાએ ઓછામાં ઓછું પોતાને સિલ્વર મેડલની ખાતરી આપી છે. તેને પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પણ મળી છે.
ઓજસ તીરંદાજીમાં ફાઇનલમાં પહોંચ્યો
ઓજસ દેવતળે તીરંદાજીમાં ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેના પહેલા બે ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા અને અભિષેક વર્મા ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. ત્રણેયને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે. પુરુષોની તીરંદાજીમાં ભારતના બે ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા છે. અભિષેક અને ઓજસ ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે જોર લગાવશે. આવી સ્થિતિમાં ભારતને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે બેમાંથી કોણ ગોલ્ડ મેડલ જીતે છે. અભિષેકે સેમીફાઈનલમાં જૂ જેહૂનને બે પોઈન્ટથી હરાવ્યો હતો.
સિંધુ લાસ્ટ-16માં પહોંચી
સિંધુએ બીજી ગેમ જીતીને મેચ પણ જીતી લીધી હતી. તેણીએ હસુ વેન-ચી સામે 21-10, 21-15થી જીત મેળવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું હતું.
હોકીમાં મહિલા ટીમનો શાનદાર વિજય
હોકીમાં ભારતીય મહિલા ટીમે હોંગકોંગને 13-0ના માર્જીનથી હરાવ્યું હતું. આ સાથે ભારત ગ્રુપ સ્ટેજમાં અજેય રહ્યું છે. આ મેચમાં ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને દીપિકાએ હેટ્રિક ફટકારી હતી. ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂકી છે.
જ્યોતિ તીરંદાજીમાં ફાઇનલમાં
મહિલા તીરંદાજીની સેમી ફાઇનલમાં ભારતની જ્યોતિએ દેશબંધુ અદિતિને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યોતિને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે. આ સાથે જ અદિતિએ બ્રોન્ઝ મેડલ મેચ રમવી પડશે. જ્યોતિએ 149 માર્કસ મેળવ્યા છે, જ્યારે અદિતિએ 146 માર્ક્સ મેળવ્યા છે.
અર્જુન-સુનિલે સેલિંગમાં બ્રોન્ઝ જીત્યો
અર્જુન સિંહ અને સુનિલ સિંહે પુરુષોની કેનો ડબલ 1000 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતનો આ દિવસનો પ્રથમ મેડલ છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.