ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. પોતાના શરૂઆતના દિવસોમાં ધોનીએ લાંબા વાળ સાથેનો લુક ખૂબ જ પ્રખ્યાત બનાવ્યો હતો. ત્યારથી ધોની ઘણા અલગ-અલગ લુકમાં જોવા મળ્યો છે. હવે તેના એકદમ નવા અને ફ્રેશ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ધોનીનો આ નવો લુક લોકોને તેના જૂના લુકની યાદ અપાવી રહ્યો છે. વાસ્તવમાં, નવા લુકમાં ધોની લાંબા વાળ સાથે જોવા મળે છે. નવા લુકમાં ધોનીએ લાંબા વાળ સાથે હળવી દાઢી રાખી છે. પૂર્વ કેપ્ટન બ્લેક ટી-શર્ટ સાથે કાળા ચશ્મા પહેરેલો જોવા મળે છે. ધોનીનો આ લુક તમને ખરેખર દિવાના બનાવી દેશે.
આ લુક પર ફેન્સે આપી પ્રતિક્રિયાઓ
ધોનીની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ ધોનીના આ લુકને લઈને રસપ્રદ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ધોનીએ મોડલિંગ શરૂ કરવું જોઈએ.” અન્ય યુઝરે લખ્યું, “થાલા ઉંમરના ચક્રને પાછું લઈ જઈ રહ્યા છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે સ્પર્ધા કરવા માટે કોઈ મોડલ નહીં હોય.” એકે લખ્યું, “ભાઈ હોટ છે.” એ જ રીતે, ચાહકોએ ધોનીની નવી શૈલી અંગે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી.
2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, IPLમાં સક્રિય
નોંધનીય છે કે ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જોકે અત્યારે તે IPLમાં સંપૂર્ણ રીતે સક્રિય છે. 2023ની IPL 16માં, ધોનીએ તેની કેપ્ટનશિપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સનું ટાઇટલ જીત્યું હતું. ધોની 2024માં રમાનારી IPLમાં રમશે કે નહીં તે અંગે ધોની તરફથી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.