Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી સહિત પાંચ ઝડપાયાં

તકનો લાભ લઇને ભાગી ગયા હતા પરતું આખરે દબોચાયા

aaspassdaily by aaspassdaily
2023-10-04 11:16:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ

દહેગામમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટર આગળ ગણેશ પંડાલ પાસે કાર પાર્કિંગ કરવાને લઈને થયેલ અથડામણ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ મુખ્ય આરોપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. જેને લઈને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જોકે, દહેગામ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ રાયોટીંગ અને હત્યાના પ્રયત્નના ગુનામાં સંડોવાયેલા પાંચ ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય આરોપીની પણ દહેગામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ગણપતિ મહોત્સવ દરમિયાન દહેગામના સરદાર શોપિંગ સેન્ટર ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર પાર્કિંગને લઈને ખરાબ થયા બાદ મામલો જૂથ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ ગુનામાં સંડોવાયેલ જીગર લક્ષ્મણભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જાપ્તામાં રહેલા પોલીસકર્મીઓને ચકમો આપીને જીગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી ફરાર થઈ ગયો હતો. જેને લઈને પોલીસ સ્ટેશનના પીઆઇ બીબી ગોયલ દ્વારા પોલીસની જુદીજુદી ટીમો બનાવી આરોપીની સઘન શોધખોળ શરૃ કરવામાં આવી હતી.
બાતમી મળી હતી કે આરોપી જીગર મુંબઈ ભાગી ગયો છે. જેથી દહેગામ પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી અને ત્યાંથી જીગરની અટક કરીને તેને દહેગામ લઈ આવી હતી. રાયોટીંગના આ ગુનામાં પોલીસે જીગર લક્ષ્મણભાઈ રાઠોડ, દિલીપસિંહ રતનસિંહ પરમાર, તિલક રણછોડભાઈ રાઠોડ, અશ્વિન પ્રવીણભાઈ જોષી તેમજ પ્રથમ પુરુષોત્તમભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આ આરોપીઓ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં આ તમામ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Previous Post

આરાધ્યા બચ્ચને કેન્ડલ જેનર સાથે પોઝ આપ્યો, ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રીનો ફોટો પેરિસ ફેશન વીકમાંથી વાયરલ

Next Post

સિક્કિમમાં વાદળ ફાટ્યા: સેનાના 23 જવાનો લાપતા બન્યા

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
સિક્કિમમાં વાદળ ફાટ્યા: સેનાના 23 જવાનો લાપતા બન્યા

સિક્કિમમાં વાદળ ફાટ્યા: સેનાના 23 જવાનો લાપતા બન્યા

ભારત વિરૂદ્ધ કેનેડાના આરોપ ગંભીર:  કેનેડાના આરોપો પર અમેરિકાનું નિવેદન

ભારત વિરૂદ્ધ કેનેડાના આરોપ ગંભીર: કેનેડાના આરોપો પર અમેરિકાનું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.