ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો પછી ભારત-કેનેડાના સંબંધો બગડ્યા છે. ભારત-કેનેડાના સંબંધોને લઇને અમેરિકાએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતી મૂળના અમેરિકન વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું, ‘કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોને લઇને અમે ચિંતિંત છીએ.’ મહત્ત્વપૂર્ણ કે આ કેસમાં
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વ્યૂહાત્મક સંચારના સંયોજક જ્હોન કિર્બીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ વાત કરી હતી.
વ્હાઇટ હાઉસે કહ્યું કે ખાલિસ્તાની સમર્થક નેતાની હત્યામાં ભારતની સંડોવણી અંગે કેનેડિયન આરોપ ‘ગંભીર’ છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન કેનેડા દ્વારા કરવામાં આવેલા દાવાને લઇને મળ્યા હતા. વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વ્યૂહાત્મક સંચારના સંયોજક જોન કિર્બીએ જણાવ્યું હતું, આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, અમે સ્પષ્ટ છીએ, આ આરોપો ગંભીર છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. કિર્બીએ કહ્યું- અમે ભારતને તપાસમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરીએ છીએ.
અમેરિકાએ ભારત સરકારને કેનેડાની તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કર્યો હતો જેથી આ સુનિશ્ચિત કરી શકાય કે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. વેદાંત પટેલે કહ્યું, “અમે વડાપ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે ચિંતિંત છીએ.






